આજ રોજ શકત શનાળા પ્લોટ શાળામાં 'ગ્રુપ ઓફ વૃંદાવન' દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટુક ભોજન કરાવી તમામ બાળકોને એક નોટબુક અને એક પેન પ્રોત્સાહક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રુપ ઓફ વૃંદાવનના કન્વીનરશ્રી નિલેશભાઈ પરમાર તથા ગ્રુપના અન્ય સભ્યોએ જાતે રસોઈ બનાવી બાળકોને જમાડેલી તથા પોતાના વરદ હસ્તે પ્રોત્સાહક ભેટ આપેલી હતી. આ અવસરે શાળા પરિવાર વતી શાળાના શિક્ષકશ્રી હર્ષદભાઈ મારવણીયાએ “ગ્રુપ ઓફ વૃંદાવન'ની પ્રેરણાદાયી કામગીરીને બિરદાવેલ તથા શાળાના આચાર્યશ્રી મહેશભાઈ રામવાતે આભાર પ્રગટ કરેલો હતો. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='5553,5552,5550']