પીધેલના-૧૨, દેશી દારૂના કબ્જાના-૫, ઇગ્લીસ દારૂના-૭, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના-૭ ગુના દાખલ કરાયામોરબી : થર્ટી ફર્સ્ટને લઈને મોરબી જીલ્લા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર તેમજ મુખ્ય રોડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ દારૂ પીને રખડતા ૧૨ સહિત દારૂ સંબંધિત કુલ ૩૧ કરવામાં આવ્યા હતા.૩૧-ડીસેમ્બર અનુસંધાને રાજકોટ રેન્જના ૫-જીલ્લાઓ ખાતે તા.૩૧/૧૨/૨૦૨૩ નાઇટના રોજ પીધેલના ૮૩, દારૂના કબ્જાના-૬૯ તથા ડ્રન્ક એન્ડ ડ્રાઇવના-૫૭ એમ કુલ-૨૦૯ પ્રોહીબીશનના ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા. જેમાં દ્વારકા જીલ્લામાં પીધેલના-૧૬, દેશી દારૂના કબ્જાના-૭, ઇગ્લીસ દારૂના-૩, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના-૫ કુલ મળી-૩૧ ગન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા.જામનગર જીલ્લામાં પીધેલના-૨૩, દેશી દારૂના કબ્જાના-૧૬, ઇગ્લીસ દારૂના-૪, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના-૧૫ કુલ મળી-૫૮ ગન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા. મોરબી જીલ્લામાં પીધેલના-૧૨, દેશી દારૂના કબ્જાના-૫, ઇગ્લીસ દારૂના-૭, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના-૭ કુલ મળી-૩૧ ગન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા.રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં પીધેલના-૧૯, દેશી દારૂના કબ્જાના-૧૪, ઇગ્લીસ દારૂના-૨, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના-૨૪ કુલ મળી-૫૯ ગન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા. સુરેન્દ્રનગર જીલ્લામાં પીધેલના-૧૩, દેશી દારૂના કબ્જાના-૯, ઇગ્લીસ દારૂના-૨, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના-૬ કુલ મળી-૩૦ ગન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા.