મોરબી : મોરબી જિલ્લામાં ઠેર-ઠેર ધૈર્યરાજસિંહ રાઠોડને મદદ કરવા માટે દાનની સરવાણી વહી રહી છે. ત્યારે ઝિકિયારી (રામનગર)ના સેવાભાવી યુવાનોએ ધૈર્યરાજસિંહ રાઠોડની મદદ માટે રૂ. 13,090 જેટલી રકમનું દાન એકત્ર કર્યું હતું અને તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. આમ, ઝિકિયારી (રામનગર)ના સેવાભાવી યુવાનો ધૈર્યરાજસિંહની વ્હારે આવ્યા હતા.