મોરબી : મોરબી જિલ્લા ઓબીસી અનામત સમિતિ દ્વારા ઓબીસી બચાવો અભિયાન અંતર્ગત માળીયા તાલુકાના ગામડાઓની મુલાકાત લઈ ઝંઝાવાતી પ્રવાસ કર્યો હતો. મોરબી જિલ્લા ઓબીસી અનામત સમિતિ દ્વારા ઓબીસી બચાવો અભિયાન હેઠળ માળીયા તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરેલ હતો. જેમાં ઓબીસી આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ગામડાઓમાથી સારો પ્રતિસાદ મળેલ હતો.સાથો સાથ આગામી દિવસોમાં મોરબી મુકામે ઓબીસી મહારેલી યોજવાની ચર્ચા વિચારણા પણ કરી હતી.