15 થી 29 વર્ષના યુવાનો લોકનૃત્ય, લોકગીત, ચિત્રકલા, કાવ્ય લેખન અને નુક્કડ નાટકમાં ભાગ લઈ શકશે: MY Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાતમોરબી અપડેટ : રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા મોરબી જિલ્લામાં 'યુવા ઉત્સવ 2026-27' નું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર 2026 નિર્ધારિત કરવામાં આવી છે. ચાલુ વર્ષે આ સ્પર્ધાઓ જિલ્લા, રાજ્ય અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ યોજાશે.આ યુવા ઉત્સવમાં મુખ્યત્વે 5 વિભાગમાં સ્પર્ધાઓ યોજાશે. જેમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકલા, કાવ્ય લેખન અને નુક્કડ નાટક (શેરી નાટક)નો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં 15 થી 29 વર્ષના યુવાનો એટલે કે જેઓનો જન્મ તા. 17-08-1997 થી તા. 17-08-2011 ની વચ્ચે થયો હોય તેવા સ્પર્ધકો જ ભાગ લઇ શકશે. નિયમ મુજબ એક સ્પર્ધક માત્ર એક જ ઇવેન્ટ કેટેગરીમાં ભાગ લઈ શકશે.સ્પર્ધાના મુખ્ય નિયમો અને વિગતો* લોકનૃત્ય અને લોકગીત: આ ગ્રુપ ઇવેન્ટમાં ટીમમાં વધુમાં વધુ 10 સભ્યો (7 સ્પર્ધક અને 3 સહાયક) રહી શકશે. સહાયકોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સ્પર્ધા માટે 5 થી 8 મિનિટનો સમય મળશે. લોકનૃત્યમાં લાઈવ સંગીત જ ફરજિયાત છે, પ્રિ-રેકોર્ડેડ ટ્રેક માન્ય રહેશે નહીં. જ્યારે લોકગીતમાં પ્રાદેશિક કે પરંપરાગત ગીતો જ ગાવાના રહેશે (ફિલ્મી ગીતો કે મેડલી માન્ય નથી).* ચિત્રકલા અને નુક્કડ નાટક: આ બંને સ્પર્ધાની થીમ 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' (Nasha Mukt Yuva For Viksit Bharat) રાખવામાં આવી છે. ચિત્રકલા માટે 6 કલાકનો સમય અપાશે, જેમાં A3 સાઈઝના પેપર પર ચિત્ર દોરી 20-30 શબ્દોમાં ફરજિયાત કેપ્શન લખવાનું રહેશે. નુક્કડ નાટકમાં ઓછામાં ઓછા 10 સભ્યોની ટીમે 7 મિનિટમાં નાટક ભજવવાનું રહેશે.* કાવ્ય લેખન: હિન્દી, અંગ્રેજી કે સ્થાનિક ભાષામાં 90 મિનિટમાં રચના કરવાની રહેશે, જેમાં કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.* તમામ સ્પર્ધકોએ ભારત સરકારના MY Bharat પોર્ટલ (mybharat.gov.in) પર નોંધણી કરાવવી ફરજિયાત છે.ફોર્મ ક્યાં અને ક્યારે જમા કરાવવું?ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ ભરી, સાથે આધારકાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ જોડીને આગામી 9-10-2026 ના રોજ બપોરે 12 કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે. આ ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.236/257, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2 (363642) ખાતે કચેરીના સમય દરમિયાન રૂબરૂ જમા કરવાના રહેશે. 9 ઓક્ટોબર પછી આવનાર કે અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.#Morbi #MorbiNews #YuvaUtsav #YouthFestival #MyBharat #CulturalEvent #MorbiUpdates #GujaratYouth #ArtAndCulture