મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાત જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક ૨૦થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ દર્દી કે દર્દીના પરિજનોને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત સમયે કોઈ પરિવાર હેરાન ન થાય તે માટે આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રક્તદાનના અવિરતપણે ચાલતા આ સેવાકાર્યમા જોડાવવા માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.