મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્વિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના વાઘપરા ખાતે આવેલ સતવારા સમાજની વાડીમાં યોજાયેલા આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબીના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડૉ. રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી. આ કેમ્પમાં અંદાજિત 60 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.યુવા શક્તિ ગ્રુપના મહિલા સભ્યો દ્વારા 21 ઓગસ્ટના રોજ 1 થી 12 વર્ષના બાળકોના માનસિક તથા શારીરિક વિકાસને ધ્યાને લઈને આજે પુષ્યનક્ષત્ર નિમિત્તે મોરબીના અલગ અલગ સ્થળો જેવા કે વાઘપરા સતવારા સમાજની વાડી, ગ્રીન ચોક કુબેરનાથ મંદિર, શનાળા રોડ પંચમુખી હનુમાન મંદિર તથા અન્ય શૈક્ષણિક એકમો ખાતે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં 900 થી પણ વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.