મોરબી અપડેટ: ભારતીય વિચાર મંચ દ્વારા મોરબીના યુવાનોને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આજે રાત્રે 9:00 કલાકે સંસ્કાર બ્લડ બેન્ક હોલ, GIDC પાસે, મોરબી ખાતે 'યુવા મંચ' કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મોરબીના પસંદ કરેલા અને નિવડેલા સફળ Gen Z વક્તાઓ વિવિધ વિષયો પર પોતાની વકતૃત્વ કલાના માધ્યમથી પોતાના વિચારોને વાચા આપશે.નવી પેઢીના યુવા વિચારોને સાંભળવા અને તેમને યોગ્ય પ્લેટફોર્મ પર પ્રોત્સાહન આપવા માટે મોરબીની જાહેર જનતાને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા ભારતીય વિચાર મંચના મંત્રી પાર્થભાઈ શેરસીયા અને અધ્યક્ષ દિલીપભાઈ સુરાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #YuvaManch #BharatiyaVicharManch #GenZ #MorbiEvents #YouthEmpowerment