વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે યુવાનો દ્વારા સ્મશાનગૃહમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સ્મશાનગૃહની જગ્યામાં નડતરરૂપ બાવળ તેમજ અન્ય કચરો દુર કરીને તેમજ નવી ભરતી ભરીને ત્યાં વૃક્ષારોપણ કરાયું હતું. યુવાનોએ આ વૃક્ષોને ઉછેરવાનો પણ સંકલ્પ લીધો હતો.