મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતો યુવાન ઘેરથી કાર અને અઢી લાખ રોકડા લઈ લાપતા બનતા તેમના પત્નીએ ગુમસુધા નોંધ જાહેર કરી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર શ્રીનાથજી સોસાયટી પાસે અવધ - 4માં રહેતા ગીતાબેન પ્રબોધભાઇ કાલરીયા ઉ.48એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ જાહેર કરાવતા પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે તા.16 જુલાઈના રોજ તેમના પતિ પ્રબોધભાઇ રવજીભાઇ કાલરીયા ઉ.48 ઘેરથી રોકડા રૂપિયા 2.50 લાખ અને ડસ્ટર ગાડી લઈ ચાલ્યા ગયા છે. આ મામલે પોલીસે ગુમસુધા નોંધ રજીસ્ટર કરી પ્રબોધભાઈની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.