પાર્કિંગમાં બેઠેલા શ્વાનને મારતા શખ્સોને રોકવા જતા ઝઘડો કરી ધમકી આપ્યાની રાવમોરબી: મોરબીમાં બિલ્ડીંગના પાર્કિંગમાં બેઠેલા શ્વાનને કેટલાક શખ્સો માર મારતા હોય, જેને અટકાવવા ગયેલા સ્થાનિક રહીશ સાથે શખ્સોએ ઝઘડો કરી મારવાની ધમકી આપ્યાની પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીમાં લાલપર પાસે આવેલી સિરામિક સિટીમાં રહેતા મુકેશભાઈ પટેલ દ્વારા પોલીસ મથકમાં લેખિત અરજી આપવામાં આવી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ 10/07/2026 ના રોજ રાત્રીના 11:00 કલાકે તેઓ જ્યાં રહે છે તે ફળિયામાં નીચે પાર્કિંગમાં શ્વાન બેઠા હતા. આ સમયે ત્રણથી ચાર લોકો ત્યાં આવીને શ્વાનને માર મારવા લાગ્યા હતા. આ સમયે મુકેશભાઈ પટેલે શ્વાનને મારવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મુકેશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તેમજ તેમને મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મુકેશભાઈએ પોલીસમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે અરજી આપી છે. મુકેશભાઈ આ સાથે જણાવ્યું હતું કે તેમના ફ્લેટમાં રહેતા અમુક લોકો દ્વારા વારંવાર અબોલ જીવને બેફામ માર મારી ઘાયલ કરવામાં આવી રહ્યા છે. #Morbi #MorbiUpdate #MorbiNews #AnimalCruelty #DogRescue #MorbiPolice #CrimeNews #GujaratNews #AnimalLovers