આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યજાશે પ્રશિક્ષણ વર્ગમોરબી : આગામી તા. 13 મે થી 18 મે દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કરાટે, રાયફલ શૂટિંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમત સમતા જેવા શારિરીક કાર્યક્રમ તથા બૌદ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત પ્રાંત, પ્રદેશ તેમજ કેન્દ્રના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ વર્ગમાં મોરબી જિલ્લામાંથી જોડાવવા ઈચ્છુક ભાઈઓએ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત મો. 9429471701, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ મો. 8905123451 તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીના શહેરનાં અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી મો. 8758120435, શહેર ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંવ મો. 9574083111 પર સંપર્ક કરવાનો રહેશે.મોરબી જિલ્લામાંથી જોડાનાર તમામ યુવાનો માટે તમામ વ્યવસ્થા મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી કરવામાં આવશે. વધુ માહિતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તથા મોરબી જિલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવતનો જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે 6 થી 8 દરમ્યાન સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.