ટંકારા : હડમતીયા ગામમાં પાણીની સમસ્યાનો અંત હવે નજીક છે. કારણકે ગામના 30 યુવાનોએ તૂટેલી લઈનને રીપેર કરવાની જહેમત ઉઠાવી છે. આ કામગીરીમાં તેઓએ ગતરોજ રાત્રીના 3 વાગ્યા સુધી તનતોડ મહેનત પણ કરી હતી. પિવાના પાણીની સમસ્યાને લઇ હડમતીયા ગામ ધણા સમયથી તરસ છીપાવાની રાહ જોઈ રહ્યુ હતુ. કોણ અને કેવી રીતે પાણીનો રસ્તો કાઢશે તેના પર ગ્રામજનોની મીટ મંડરાયેલી હતી. ત્યારે ચુંટાયેલા નેતા અને ગામના જાગૃત યુવાનોની ટીમે આ બિડુ ઝડપી કામગીરી શરૂ કરતા પિવાના પાણીની વર્ષો જુની સમસ્યા હવે ભુતકાળ બનશે. જીલ્લા પંચાયતના સદસ્ય કામરીયા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ તળે લજાઈથી હડમતીયા સુધીની વર્ષો જૂની લાઈનને ફરી ચાલુ કરવા માટે ગામના યુવાનોની ટીમ સાથે મળી રાત્રીના ત્રણ વાગ્યા સુધી તુટેલી લાઈનની ચકાસણી કરી નવી પાઈપલાઈન નાખવાની જહેમત ઉઠાવવામાં આવી હતી. આ માટે ૩૦ જેટલા યુવાનો ગામ વિકાસના કાર્યને કરી અન્ય ગામડાને પ્રેરણા પુરી પાડતો દાખલો બેસાડ્યો છે.