મંડપ નાંખીને બે દિવસ સુધી જાહેર જનતા પાસેથી અનુદાન લેવાશે : પ્રવૃત્તિને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ મોરબી : મોરબીના ઉદ્યોગકારો, વિવિધ ધંધાર્થી સમુદાયના યુનિયનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા, તાજેતરમાં જમ્મુમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થનાર જવાનોના પરિજનોને સાંત્વના રૂપે લાખો રૂપિયાની રોકડ રકમ મોકલવા માટે એકઠી કરવામાં આવી રહી છે. ત્યારે રવાપર રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા બાપા સીતારામ ચોંકમાં ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા દ્વારા મંડપ રોપીને જાહેર જનતા પાસેથી અનુદાનની રકમ એકત્રિત કરવામાં આવી રહી છે. આ માટે આશરે વીસેક જેટલા નવયુવાનો ઉત્સાહપૂર્વક તેમજ ખંતથી ખડે પગે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત આ યુવાનો બે દિવસમાં મોરબી જિલ્લાના આશરે ૭૫ જેટલા ગામો ખૂંદી વળશે. જેમાં ઘેર ઘેર જઈને લોકો પાસેથી શહીદોના પરિવાર માટે રકમ એકત્રિત કરશે. જે બાદમાં શહીદ નિધિ ફંડમાં જમા કરાવીને શહીદોના પરિજનોને અર્પણ કરાશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en