મોરબી : મોરબીમાં નેશનલ હાઈવે પર ઓવરલોડ ડમ્પરો બેરોકટોક વગર ચાલી રહ્યા છે. આવા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હોય અવાર નવાર ઓવરલોડ ડમ્પરોના કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓને પરેશાન થવું પડી રહ્યું છે. ત્યારે આજે નેશનલ હાઈવે પર લાલપર પાસે ઓવરલોડ ભરેલ ડમ્પરમાંથી નીચે માટી પડી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવક માંડ માંડ બચ્યો હતો. ત્યારે આવા ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.