રેલી સાથે શહેરના કોલેજ કેમ્પસની કારોબારીની ઘોષણા કરાઈ મોરબી : ABVP મોરબી દ્વારા યુવા નાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી શહેરના કોલેજ કેમ્પસની કારોબારીની ઘોષણા મોટી સંખ્યામાં રેલી સાથે કરવામાં આવી હતી. ABVP મોરબી દ્વારા Omvvim કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે વિશ્વરાજસિંહ ઝાલા, પી. જી. પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે દેવાંશભાઈ હિરાણી, આર.ઓ.પટેલ.મહિલા કોલેજ કેમ્પસ પ્રમુખ રીયાબેન ભટ્ટની નિમણુક કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા આજે યુવા નાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજોની કેમ્પસ કારોબારીની ઘોષણા મોટી સંખ્યામાં રેલી સાથે યોજાઈ હતી. ઓમ શાંતિ વિદ્યાલયના ટ્રસ્ટી ટી.ડી.પટેલ, ABVP ના ભાવનગર અને રાજકોટ વિભાગ સંગઠન મંત્રી રાહુલજી ગૌડ , વિભાગ સહ સંયોજક કુશાલભાઈ ટોલિયા ,મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા,મોરબી જિલ્લા સંયોજક સંદિપસિંહ જાડેજા , મોરબી નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્ગા,નગર મંત્રી વિશ્વરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.