મોરબી : ખોટા ખર્ચ કર્યા વગર સમાજને નવી રાહ મળે તે માટે સેવાકીય પ્રવૃતિ કરતા મોરબીના યુવા અગ્રણીએ બાળકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.તેમજ શાળામાં અભ્યાસ માટે કમ્પ્યુટર પણ ભેટ આપ્યું હતું. મોરબીના મકનસર ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને મકનસર પ્રાથમિક શાળાના SMC અધ્યક્ષ અને ગામના યુવા અગ્રણી ગીરીશભાઈ પરમારે પોતાના જન્મદિવસ પર બાળકોને ભોજન કરાવી જૂના મકનસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડિજીટલ યુગ જોતા કોમ્પ્યુટર ભેટ આપીને જન્મદિવસને ઉજવ્યો હતો. સાથો સાથ ગીરીશભાઈ પરમારે પોતાના જન્મદિવસ નિમિતે કેક, ચોકલેટ અને પાર્ટીના ખોટા ખર્ચ કર્યા વગર અને જન્મદિવસની સાચી અને પ્રેરણાદાયક ઉજવણી માટે મકનસરની આંગળવાડી, સરકારી સ્કૂલ તથા મોરબી અનાથ આશ્રમમાં વિદ્યાર્થીઓને તથા આશ્રમના બાળકોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી જનતાને સામાજિક સેવાનો મેસેજ આપ્યો હતો.