મોરબી : આજરોજ મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા બસ સ્ટેન્ડની સામે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુની સફાઈ કરવામાં આવી હતી.આ અંગે યુવા અગ્રણી અજય લોરિયાએ જણાવાયું હતુબકે આપણા ઘરનું આંગણું સ્વચ્છ રહેતું હોય ત્યારે દેશના ક્રાંતિવીર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું આંગણું પણ સ્વચ્છ રહેવું જોઈએ તેવા ભાવ સાથે મોરબી બસ સ્ટેન્ડની સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુની સફાઈ કરી માં ભારતીનું ઋણ ચૂકવ્યું હતું.