મોરબી : મોરબી શહેરમાં આવેલ પંજાબ બેન્ક નજીક ગત તા.29 જાન્યુઆરીના રોજ મોડીરાત્રે જીજે - 36 - AF - 1179 નંબરની કારના ચાલકે રસ્તા ઉપર જઈ રહેલા સતારભાઈ હુસેનભાઈ શેખ નામના યુવાનને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી પોતાની કાર લઈને નાસી જતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.