ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા આયોજિત આ સાહસિક અભિયાનમાં મોરબીના 3 યુવાનો “નો ડ્રગ્સ” ના સંદેશ ચઢાણ કરશે મોરબી: મોરબીના યુવાનો હવે હિમાલયની ઊંચાઈઓ સર કરવા જઈ રહ્યા છે. ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા હિમાલયના 5289 મીટર ઊંચા “માઉન્ટ ફ્રેન્ડશીપ” શિખર પર ચડાઈ કરવા માટે એક સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના 3 યુવાનો સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓના યુવાનો આગામી 25 મેના રોજ હિમાલય તરફ પ્રસ્થાન કરશે.આ સંસ્થા લાંબા સમયથી યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાગૃતિ અને નશામુક્ત જીવનશૈલી માટે કાર્યરત છે. કઠિન પરિસ્થિતિઓ વચ્ચે શિખર સર કરવાના આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર પર્વતારોહણ જ નથી, પરંતુ સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડવાનો છે. આ અભિયાન થકી યુવાનોમાં “નો ડ્રગ્સ કેમ્પેઇન” અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. આ ઉપરાંત યુવાપેઢીને સાહસિકતા અને શિસ્ત તરફ પ્રેરિત કરવા તેમજ તેમનામાં આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિનો વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.આ સાહસિક અભિયાનમાં મોરબીના રચના વ્યાસ, ફાલ્ગુની પટેલ અને યશ કાલરીયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી જોડાયેલા અન્ય યુવાનો પણ આ ટીમનો ભાગ છે. આ પહેલ યુવાઓને નશામુક્ત જીવન અને દૃઢ મનોબળ સાથે સકારાત્મક દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરશે. આ અભિયાનને રાજ્યભરના નાગરિકો અને સામાજિક સંસ્થાઓ તરફથી ભારે સમર્થન અને શુભેચ્છાઓ મળી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MountFriendship #HimalayaTrek #NoDrugsCampaign #InvincibleNGO #YouthEmpowerment #GujaratNews