મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ પાછળથી ગત તા.20ના રોજ સાંજના સમયે બેભાન હાલતમાં મળી આવેલ મૂળ ઝારખંડ રાજ્યના વતની શંકરભાઇ જયલાલપ્રસાદ મહેતા ઉ.37 નામના યુવકને 108 મારફતે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા બાદ ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.