ટંકારા : ટંકારાના રોહિશાળામાં આજે ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા હતા. તો વોકળા બે કાંઠે વહેવા લાગ્યા હતા. તેવામાં રોહિશાળા- દહીંસરાના કાચા માર્ગે એક વોકળો પસાર કરવા જતાં બે યુવકો ડૂબ્યા હતા. જેમાંથી એક યુવક તો બહાર નીકળી ગયો હતો. પરંતુ જાલમસિંહ સુરસિંગ બામણીયા ઉ.વ.35 નામનો યુવક બહાર નીકળી શક્યો ન હતો. આ મામલે સ્થાનિક તંત્રએ મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા તેઓએ તુરંત ઘટના સ્થળે દોડી આવી શોધખોળ હાથ ધરી હતી. આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.