ગત સાંજે 6 વાગ્યાની આસપાસ બનેલી ઘટના; લાલપરથી રફાળેશ્વર સુધી સર્ચ ઓપરેશન જારીમોરબી : નેશનલ હાઇવે પર લાલપર પાસે પસાર થતી નર્મદા કેનાલ, જેનું પાણી મચ્છુ 2 ડેમમાં જાય છે, તેમાં એક યુવાન ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેને પગલે ફાયર વિભાગે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માળિયા વનાળીયા વિસ્તારમાં રહેતો આશરે 27 વર્ષીય દિલીપ છનાભાઈ સોલંકી નામનો યુવાન ગઈકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આ કેનાલમાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને ગઈકાલ સાંજથી જ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગના જયેશભાઈ ડાભીએ આપેલી માહિતી મુજબ, હાલમાં લાલપર ગામ પાસેની કેનાલથી શરૂ કરીને રફાળેશ્વર પાસેના ડેમ સુધીના સમગ્ર વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. યુવાનની ભાળ મેળવવા માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલુ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #NarmadaCanal #RescueOperation #FireDepartment #Lalpar