મોરબી : મોરબી શહેરમાં નવલખી રોડ પર ભગવતી હોલ પાછળ કૈલાશપાર્કમાં રહેતા રમેશભાઈ જેરામભાઈ કણઝારીયા ઉ.45 નામના યુવકને ડાયાબીટીસની બીમારી બાદ પગમાં ગેંગરીન થઈ જતા રાજકોટ ખાનગી હોસ્પિટલ બાદ એઇમ્સમાં સારવાર બાદ ઘરે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરી તબિયત લથડતા મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.