વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે વાડી વિસ્તારમાં આવેલ ટ્રાન્સફોર્મરના જમ્પરનો ડીઓ બદલાવતી વેળાએ વીજશોક લાગતા મૂળ થાનગઢ તાલુકાના રામપરા ગામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરના જમ્પરનો ડીઓ બદલાવતી વખતે થાનગઢ તાલુકાના રામપરા ગામના વતની રાજેશભાઇ છનાભાઈ દેથળિયા ઉ.24 નામના યુવકનું વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.