મોરબી : માળીયા મિયાણા તાલુકાના વિશાલનગરથી સુલતાનપુર જવાના રસ્તે આવેલ કોઝવે પર ગત તા.3 ડિસેમ્બરના રોજ જીજે - 04 - એયું - 4941 નંબરની લાકડા ભરેલી છકડો રીક્ષા અને જીજે - 36 - એએન - 1548 નંબરનું બાઈક સામસામે અથડાતા બાઈક ચાલક સાગરભાઈ જુગાભાઈ પરસુંડા નામના યુવકનું આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા જુગાભાઈ અવચરભાઈ પરસુંડાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં છકડો રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.