મોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ પર વિકાસ વિદ્યાલય નજીક આવેલ મફતિયાપરામાં રહેતા મનસુખભાઇ કાળુભાઈ મૂછડીયા ઉ.40 વાળાને કોઈ કારણોસર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.