મોરબી : મોરબી શહેરના રાજપર રોડ પર શક્ત શનાળા ગામે ધર્મનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ અમૃતલાલ સિંધવ નામનો યુવક ગઈકાલે સવારે તેમના ભાઈ હિતેશભાઈના ઘેર અગાસીના બીજા માળેથી પડી જતા ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખેસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સંજયભાઈ બે ત્રણ મહિનાથી માનસિક બીમાર હોવાનું સામે આવ્યું છે.હાલ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.