મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર નજીક આવેલ કાયસન પોલીમર્સ કંપનીમા કામ કરતા મુકેશભાઈ રામજીભાઈ અસારી ઉ.26, કામ કરતા હતા તે વેળાએ ક્રેઈન વોઈઝ ઉપરથી પડી જતા કમરના ભાગે ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.