મોરબી : મોરબીના સામાંકાંઠે એલ.ઈ.કોલેજ રોડ ઉપર આવેલ ફલોરા પામ્સના અગીયારમા માળે આંટા મારતી વખતે અકસ્માતે પગ લપસ્તા નીચે પટકાતા તરુણને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પંચમહાલ જિલ્લાનો વતની અને હાલ મોરબીના એલ.ઈ.કોલેજ રોડ ઉપર આવેલ ફલોરા પામ્સમાં રહેતો હીતેષકુમાર અર્જુનસિંહ ચૌહાણ (ઉ.વ.૧૬) નામનો તરુણ ગત તા.૨૭ના રોજ ફલોરા પામ્સ બીલ્ડીંગમા અગીયારમા માળે આંટા મારતો હોય ત્યારે ડક વિભાગ પાસે નીચે પાણી હોય જેથી અકસ્માતે પગ લપસી જતા અગીયારમા માળેથી ડક વિભાગમા પહેલા માળે નીચે પડતા માથામા હેમરેજ તથા શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.