મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોસિટી સિરામિક ફેકટરીમાં કામ કરતા બિકેશકુમાર અવધબિહારી સીંગ ઉ.29 રહે.ઝીલટોપ સીરામીક સામે શોભેશ્વર રોડ નામનો શ્રમિક યુવાન કામ કરતો હતો તે વેળાએ કોલ્ડ ટાવરમાં પાણીમાં ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.