મોરબી : મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા અલકેશભાઈ ભુદરભાઈ ડઢાણીયા ઉ.40 નામનો યુવાન ગત તા.14ના રોજ ગામના તળાવમાં ડૂબી જતા ગઈકાલે બપોરના સમયે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.