મોરબી : મોરબીના રફાળેશ્વર મચ્છોયાનગરમાં રહેતા જગદીશભાઈ હીરાભાઈ બાનું (ઉ.વ.૨૭)એ બંધુનગર નજીક જંતુનાશક ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની પત્ની સાથે તેના ભાઈ મનુને પ્રેમસંબંધ હોય જેને કારણે તેની લાગણી ઘવાતા અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ તાલુકા પોલીસના એન.જે. નિમાવત ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne