મોરબી : મોરબી શહેરના મોટી કેનાલ રોડ પર ઉમીયા સર્કલથી દલાવાડી સર્કલ તરફ જતા રોડ પર ગત તા.17 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે GJ-03-HG-7617 નંબરનું બાઈક લઈને જઈ રહેલા સુનીલભાઇ યુવરાજ જગદીશભાઈ સનારીયા,ઉ.32 રહે.ગોકુલ મથુરા સોસાયટી, પ્રુથ્વી એપાર્ટમેન્ટ, મોરબી વાળાનું બાઈક સ્લીપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.