ટંકારા : ટંકારા - લતીપર હાઇવે પર હીરાપર નજીક ગત તા.29ના રોજ બપોરના સમયે નેસડા સુરજી ગામના રહેવાસી હિતેશભાઈ હીરાભાઈ પરમાર નામના યુવાને પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવી સામેથી આવતા એમએચ - 18 - એપી - 7891 નંબરના ટ્રક સાથે બાઈક અથડાવી દેતા હિતેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટ્રક ચાલકની ફરિયાદના આધારે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.