મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામના રેલવે સ્ટેશન નજીક ગત તા.9ના રોજ રાત્રીના સમયે અજાણ્યા ટ્રક સાથે બાઈક અથડાતા રાજીવરંજન નાગેશ્વર ઝા ઉ.40 રહે.કુબેરનગર, મોરબી વાળાને પ્રથમ ખાનગી બાદ સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.