હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇકમાં બેઠેલા યુવાનનું ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદની સીમમાં ભાગમાં ખેતીની જમીન વાવતા ખીમરાજભાઈ પુનાભાઈ ડુંભીલ નામનો યુવાન તેના ભત્રીજા રિપેશ કાંતિલાલ ડુંભીલના બાઈક પાછળ બેસી વતન છોટાઉદેપુર તરફ જતા હતા ત્યારે ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર ગામના પાટિયા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા ખીમરાજભાઈની ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે બાઈક ચાલક રિપેશ કાંતિલાલ ડુંભીલ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.