મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર નવા બની રહેલા એમ્પાયર મિડ- વે નામના બિલ્ડિંગમાં પાંચમા માળે ટાઇલ્સ સાફ સફાઈ કરતી વેળાએ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાનો વતની રાજકુમાર ગબ્બરસિંહ કુસવા ઉ.37 નામનો યુવાન અકસ્માતે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.