ત્રણ માસ પૂર્વે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર નવા નાગડાવાસ પગપાળા જઈ રહેલા બે યુવાન પૈકી એક યુવાનને ગત તા.17 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રીના સમયે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક નાસી જતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે પર ગત તા.17 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી જયેશભાઈ ઉર્ફે જલો પ્રભાભાઈ ઉકાવા રહે.વિદ્યુતનગર મોરબી અને સની કગથરા પગપાળા ચાલીને જતા હતા ત્યારે નવા નાગડાવાસ ગામ નજીક આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે સની કગથરાને હડફેટે લઈ માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના ત્રણ માસ બાદ જયેશભાઈ ઉર્ફે જલાએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.