વાંકાનેર : વાંકાનેરની રઘુનાથજી શેરીમાં રહેતા યુવકનું ગઈ કાલે રાત્રે સિટી સ્ટેશન પાસે ટ્રેન હડફેટે મોત થતાં રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેરની રઘુનાથજી શેરીમાં રહેતા સચિન સુરેશભાઈ ખત્રી ઉ.વ. ૪૪ ગઈ કાલે રાત્રે સિટી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર જતાં ઓખા ભાવનગર ટ્રેન હડફેટે મોત થયું હતું. મૃતક પરિણીત હોવાનું અને સંતાનનાં પિતા હોવાનું તથા કાપડની ફેરીનો વ્યવસાય કરતાં હોવાનું જાણવા મળ્યું છે. રેલ્વે પોલીસ દ્વારા આ બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.