હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પર કવાડિયા ગામના ફાટક પાસે ગઈકાલે તા.16ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે સેતાનસિંહ સોમસિંહ મકવાણા પગપાળા રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવી નાસી ગયો હતો.અકસ્માતની આ ઘટના અંગે મૃતક સેતાનસિંહના નાના ભાઈ ધૂળસિંહ સોમસિંહ મકવાણા રહે.વગડી તા.હિંમતનગર, જી.સાબરકાંઠા વાળાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.