મોરબી : મોરબીના ટીમ્બડી પાટિયા નજીક આજે ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજતા પોલીસે બનાવ સ્થળે દોડી જઇ ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી અજાણ્યા યુવાનના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે મોરબીના ટીમ્બડી પાટિયા પાસે આવેલ સતનામ કાંટા પાસે ટ્રક નંબર GJ- 21 - W- 7711ના ચાલકે બાઈક નંબર GJ-36-AG- 8562 જઈ રહેલા યુવાનને હડફેટે લેતા ટ્રકના વ્હીલ નીચે કચડાઈ જતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે, મૃતક યુવાનના વાલી વારસો અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. અકસ્માત બાદ બનાવ સ્થળે ટ્રાફિક જામ થતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માતના બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.