મોરબી : મોરબીના વોર્ડ નંબર-4ના યુવા કાઉન્સિલર ગિરિરાજસિંહ ઝાલાની તાજેતરમાં મોરબી નગરપાલિકાની અધર ટેક્સ કમિટીના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારે આજે તેઓએ મોરબી પાલિકાની અધર ટેક્સ કમિટીના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મોરબી નગરપાલિકા નગરપાલિકાની અધર ટેક્સ કમિટીના ચેરમેન તરીકે ગિરિરાજસિંહ ઝાલાએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. અધર ટેક્સ કમિટીના ચેરમેન પદે ચાર્જ લેતાની સાથે તેઓએ ટેક્સને લગતા પ્રશ્નો અને પડકારોને પ્રાધાન્ય આપી તેના નિરાકરણની ખાતરી આપી હતી અને લોકો સરળતાથી ટેક્સ ભરી શકે તેવા આયોજન પર ભાર મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ તકે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપ અગ્રણીઓ રીષીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, કરણી સેનાના તાલુકા પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના અગ્રણી ધમભા ચાંદલી, કે.ડી.જાડેજા, ત્રાજપરના ઉપસરપંચ જશુંભા ઝાલા, સોઓરડી વિસ્તારના અગ્રણી રમેશભાઈ શિયાર, શક્તિ મેડિકલવાળા મેઘરાજસિંહ ઝાલા, અભી વિઝનવાળા જયવંતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, હાર્દિકભાઈ હેરભા સહિતના અગ્રણીઓ તેમજ સ્થાનિક કાઉન્સલરો ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકાની અધર ટેક્સ કમિટીના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાને શુભેચ્છા આપી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..