ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક આવેલ દ્રારકાધીશ હોટલમાં કામ કરતા અને હોટલના ઉપરના ભાગે આવેલ રૂમમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની દોલારામ નાથુલાલ ગમેતી ઉ.૨૧ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર દ્રારકાધીશ હોટલની ઉપર આવેલ રૂમમાં ગત તા.૧ના રોજ સાંજના સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.