મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ મેપ્સ સીરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા બીરા રાધુઆ દેહુરી ઉ.39 નામના પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરમા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.