સિરામિક ફેકટરીમાં જ ગળેફાંસો ખાઈ લીધોમોરબી : ઈરાન પર ઇઝરાઈલ અને અમેરિકાએ કરેલા હુમલા બાદ મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સિરામિક ઉદ્યોગને આપવામાં આવતો ગેસ પુરવઠો કાપી નાખવામાં આવતા હાલમાં સિરામિક ઉદ્યોગ બંધ થઈ જતા રોજગારીની ચિંતામાં ઉત્તરપ્રદેશના વતની યુવકે સિરામિક ફેકટરીમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ ઇટાલિનો સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની શોભીત બસંતાભાઈ ચમાર ઉ.22 નામના યુવકની ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવામાં હાલમાં સિરામિક ઉદ્યોગ ગેસના કારણે બંધ થઈ જતા રોજગારી મળવાની ચિંતામાં લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.