મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર રણછોડનગરમાં રહેતા આબીદ ઇસુબભાઈ કજુડિયા ઉ.29 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.