મોરબી : મોરબી શહેરના સામાકાંઠે આવેલ સો ઓરડી વિસ્તારમાં ભડિયા મંદિર પાસે રહેતા કિશનભાઈ દિનેશભાઇ છેલાણીયા ઉ.30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.