મોરબી : મોરબી શહેરના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ ઉ.35 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.