મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા વિમલભાઈ હીરાભાઈ સોમકીયા ઉ.44 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગામના પાણીના ટાંકા પાસે ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.